મોરબી તાલુકા પોલીસે મળેલી બાતમીના આધારે મોરબી તાલુકાના જેપુર ગામ નજીક બ્રહ્મપુરી સોસાયટીમાં રેઇડ કરી હતી, જ્યાં સ્ટ્રીટ લાઈટના અજવાળે તીનપત્તિનો જુગાર રમતા મયુરભાઈ વસંતભાઈ ચાવડા ઉવ.૩૪, હાર્દિકભાઈ ભરતભાઈ દવે ઉવ.૩૨, કેતનભાઈ મનસુખભાઈ પંડ્યા ઉવ.૪૯ તથા સોનલબેન અશ્વીનભાઈ ચાવડા ઉવ.૪૫, લાભબેન વસંતભાઈ ચાવડા ઉવ.૫૪ તથા દક્ષાબેન ધર્મેન્દ્રભાઈ ચાઉ ઉવ.૩૫ બધા રહે.નવલખી રોડ, બ્રહ્મપુરી સોસાયટી મોરબી વાળાને રોકડા રૂ.૭,૯૩૦/-સાથે પકડી લઈ તમામ વિરુદ્ધ તાલુકા પોલીસે ગુનો નોંધી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.






