Sunday, December 22, 2024
HomeGujaratમાટેલ ગામનાં ખોટી ફરીયાદની ટેવ ધરાવતા શખ્સ વિરૂદ્ધ યોગ્ય તપાસ કરી પગલાં...

માટેલ ગામનાં ખોટી ફરીયાદની ટેવ ધરાવતા શખ્સ વિરૂદ્ધ યોગ્ય તપાસ કરી પગલાં લેવા રજુઆત

પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકાનાં માટેલનાં રહેવાસી નારણભાઈ છગનભાઈ ચાવડા ખોટી ફરિયાદ કરવાની ટેવ વાળા હોય તેમણે કેહર જામા, મહેશ ટીડા, વગેરે વિરુદ્ધ વાંકાનેર પોલીસ મથકે આઈપીસી કલમ ૩૬૫, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૪૩, ૧૪૭ વિગેરે મુજબ ગુન્હો દાખલ કરાવેલ છે. જે ફરિયાદ નારણ ચાવડા દ્વારા ખોટી હકિકતો દર્શાવી ફરિયાદ કરવામાં આવેલ છે.અગાઉ પણ તેણે માટેલ ગામે ૬-૭ ખોટી ફરિયાદો કરેલ છે જેને પગલે ગામલોકો દ્વારા મોરબી જીલ્લા કલેકટર તથા મોરબી જીલ્લા પોલીસ વડાને યોગ્ય તપાસ કરવા રજુઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યું હતું કે અમુક વ્યક્તિઓની હાજરી ન હતા છતાં તેઓ વિરુદ્ધ પોલીસ ફરીયાદ નોંધાવી છે સાથે જ ફરિયાદી ખોટી રીતે ફરિયાદો કરવા માટે પણ માટેલ વિસ્તારમાં પ્રસિદ્ધ છે ત્યારે આ બનાવમાં પણ જયારે સામે વાળા ઈસમોએ નારણભાઇ સામે નમતું ન જોખતાં તેને અપહરણ ની ખોટી ફરિયાદ નોંધાવી હતી આ મામલે મોટી સંખ્યામાં મહિલાઓ વૃદ્ધ અને યુવાનો પણ એકઠા થઇ જિલ્લા કલેક્ટર અને જીલ્લા પોલિસ વડા ને લેખિત રજુઆત કરી યોગ્ય પગલાં ભરવા રજૂઆતો કરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!