ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે બે લોકોના અકાળે મોત નિપજ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. જેમાં એક મહિલાનો ગળેફાંસો ખાઈ તો એક આધેડનું લગ્ન પ્રસંગ દરમ્યાન હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું છે.
પ્રથમ બનાવમાં, ટંકારાનાં બંગાવડી ખાતે રહેતી પાયલબેન દિનેશભાઇ દેત્રોજા નામની યુવતીએ બંગાવડી ગામે પોતાના ઘરે કોઇ કારણોસર ગળાફાંસો ખાઇ જતા તેને તાત્કાલિક પ્રાથમિક સારવાર માટે ટંકારા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ત્યાથી વધુ સારવાર અર્થે મોરબી આયુષ હોસ્પીટલ ખાતે લઇ જતા ફરજ પરના ડોક્ટરે યુવતીને તપાસી મરણ ગયેલ જાહેર કરી સમગ્ર મામલે ટંકારા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી છે.
બીજા બનાવમાં, જામનગરની રામેશ્ર્વર ક્રિષ્ના પાર્ક સોસાયટી ખાતે રહેતા આધેડ પ્રભુભાઇ હીરાભાઇ ચૈહાણ ગત તા-૨૧/૦૪/૨૦૨૩ ના રોજ તેના સગા બચુભાઇ ચૈહાણની દીકરી કાજલબેનના લગ્ન પ્રસંગે ભુતકોટડા ગામે આવેલ હોય ત્યારે રાત્રીના દસેક વાગ્યાના સુમારે તેઓને હાર્ટ એટેક આવતા તેઓને બેભાન હાલતમા જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે કેજ્યુલીટી વોર્ડમાં સારવારમાં લઇ જતા તા-૨૨/૦૪/૨૦૨૩ ના રાત્રીના ફરજ પરના ડોક્ટરે આધેડને મૃત જાહેર કરી સમગ્ર મામલે ટંકારા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.