મોરબીના શકત શનાળા બાયપાસ પર આવેલ ગોકુળનગર નજીક દેવીપૂજક પરિવારની દીકરીને તેના કાકા નરેશ વાઘેલાએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે દીકરીની માતાએ તેના દિયર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
મોરબી સીટી એ ડિવીઝન પોલીસ મથકથી ૨ કિ.મી દુર શકત શનાળા બાયપાસ ખાતેના ગોકુળનગર નજીક મધુબેન વિનુભાઈ વાઘેલા (ઉ.વ.૩૫ રહે હાલ બ્લુ લેક કારખાનાની ઓરડીમા મુળ રહે.ભાયાણી બગસરા હુડકો કોલોની જેતપુર રોડ જકાતનાકા સામે અમરેલી)ના દિકરી રિંકલને આરોપી કાકા નરેશભાઈ બાબુભાઈ વાઘેલા (રહે.ગોકુળનગર શનાળા બાયપાસ,મોરબી)એ સામાન્ય બાબતે ઢીકાપાટુનો માર મારતા તરુણીને ડાબા કાનમા સામાન્ય ઈજાઓ થઈ હતી આ ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપતા તેણીના માતા મધુબેન વાઘેલાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેને પગલે પોલીસે આરોપી નરેશ વિરુદ્ધ આઇ.પી.સી કલમ ૩૨૩,૫૦૪,૫૦૬(૨), મુજબ ગુન્હો નોંધી કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.