Friday, April 26, 2024
HomeGujaratમોરબી તાલુકામાંથી 23 બોટલ દારૂ સાથે ત્રણ ઈસમો પકડાયા

મોરબી તાલુકામાંથી 23 બોટલ દારૂ સાથે ત્રણ ઈસમો પકડાયા

મોરબી તાલુકામા પોલીસે દારૂ અંગે બે જુદા જુદા સ્થળોએ રેઇડ પાડી દારૂની 23 બોટલના જથ્થા સાથે ત્રાણ ઇસમનોએ ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના બેલા (રંગપર) ગામેં પોલો સેનેટરીવેર કારખાનાના રૂમ નં.૫૭ મા પોલીસે રેઇડ પાડી દારૂના જથ્થા સાથે બે ઇસમને પકડી પડ્યા હતા.મોરબી તાલુકા પોલીસે આરોપી વિજય શિવાભાઇ ઝાલા અને જગદીશ દિનેશભાઇ પારઘી ના કબજામાંથી ૬,૮૯૫ રૂપિયાની કિંમતની ૧૮ બોટલ દારૂના જથ્થા સાથે બને ઇસમોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ ઉપરાંત અન્ય એક કેસમાં મોરબીના શનાળા રોડ પર આવેલ સતનામનગર સોસાયટીના નાકા પાસેથી શંકાસ્પદ હાલતમાં પસાર થતા મીત હિતેષભાઈ ભટ્ટી (ઉ.વ.૧૮)ને પોલીસે દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો.
મોરબી સીટી એ ડિવીઝન પોલીસ મિત ભટ્ટી નામના ઇસમને અટકાવી તલાશી લેતા તેના કબજામાંથી મેગ્ડોલસ નં.૧ સુપરીયલ્સ વહીસ્કી ની 1875 રૂપિયાની કિંમતની પાંચ બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. વેચાણ અર્થે રાખેલ દારૂનો જથ્થો પોલીસે કબ્જે કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!