Saturday, April 20, 2024
HomeGujaratહળવદમાં વિનોબા ગ્રાઉન્ડમાં વર્લી ફિચરનો જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા

હળવદમાં વિનોબા ગ્રાઉન્ડમાં વર્લી ફિચરનો જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદમાં વિનોબા ગ્રાઉન્ડમાં રેલ્વેના પાટા પાસે બાવળ નીચે સોમા ઉફે ગલો છગનભાઈ રાઠોડ જુદા જુદા ગ્રાહકો પાસેથી વર્લી ફિચરના આંકડાઓ લખી તેની અવેજમાં પૈસા મેળવી નસીબ આધારીત વર્લી ફિચરના આંકડાઓનો જુગાર રમી રમાડી તેની કપાત અજયગીરી નથુગીરી ગૌસ્વામી તથા પ્રકાશગીરી નવલગીરી ગોસાઈ પાસે કરાવતા પકડી પાડવામાં આવ્યા હતા. પોલીસે રેઈડ દરમ્યાન ત્રણેય શખ્સો પાસેથી વર્લી ફિચરના સાહિત્ય આંકડાઓ લખેલ ચિઠ્ઠીઓ, નોટબુક, બોલપેન, રોકડ રકમ રૂ. ૪૦૫૦ તથા મોબાઈલ નંગ 3 કિં. રૂ. ૪૦૦૦ એમ કુલ કિં. રૂ. 8050નો મુદામાલ જપ્ત કરી આરોપીઓની અટકાયત કરી હળવદ પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!