ટંકારા તાલુકાના વાઘગઢ ગામે દોઢ માસનું બાળક પાણીનાં ટાંકામાં ડુબી જતાં તેનું મોત નિપજ્યું હતું. બનાવને પગલે પરિવારમાં શોકનો માહોલ ફેલાયો છે.
મોરબીના રવાપર રોડ પર રહેતા ચેતનભાઈ ફેફરનો પુત્ર જિયાન (ઉ.વ. ૧.૫ માસ)નું ગઈકાલે તા. ૧૧નાં રોજ સવારે સાડા નવથી પોણા દસેક વાગ્યા આસપાસ વાઘગઢ ગામે મોટા ફળિયામાં પાણીના ટાંકામાં ડૂબી જતા કરૂણ મૃત્યુ નીપજયું હતુ. બાદમાં બાળકનાં મૃતદેહને ટંકારા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ટંકારા પોલીસે બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.