Friday, April 19, 2024
HomeGujaratમોરબીમાં અગાઉના ઝઘડાનો ખાર રાખી યુવાન પર જીવલેણ હુમલો કરાયો:સામસામી ફરિયાદ નોંધાઈ

મોરબીમાં અગાઉના ઝઘડાનો ખાર રાખી યુવાન પર જીવલેણ હુમલો કરાયો:સામસામી ફરિયાદ નોંધાઈ

મોરબીના રાજપર ચોકડી આગળ સંગમ વોટર પાર્ક પાસે જૂની અદાવતનું વેર વાળવા યુવાનને ગાળો ભાંડી આરોપીએ યુવાનને માથાના ભાગે લોખંડના પાઇપ વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી. આ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ અનુસાર ફરીયાદિ સલીમભાઇ ઉર્ફે ડેની સુમરા તથા આરોપી પ્યારૂ સલાટ વચ્ચે અગાઉ કોઇ બાબતે ઝગડો થયો હતો. જેનો ખાર રાખી આરોપી પ્યારૂ સલાટે સલીમભાઇ ઉર્ફે ડેની હાજીભાઇ સુમરા સામે બેફામ વાણી વિલાસ આચાર્યો હતો આથી યુવાને ગાળો દેવાની ના પાડતા આરોપીએ લોખંડના પાઇપ વડે માથામાં કપાળથી ઉપરના ભાગે હુમલો કરી ફરિયાદીને ઇજા પહોંચાડી હતી. ત્યારે સલીમભાઇ સુમરાને ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

બીજી તરફ પ્યારૂભાઇ ડાડુભાઇ પરમાર એ સલીમભાઇ ઉર્ફે ડેની સુમરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું કે તેઓએ આરોપીને અગાઉ હાથ ઉછીના પૈસા આપેલ હોય અને આરોપી સંગમ વોટર પાર્ક પાસે ઉભેલ હોય ત્યાં જઇ ઉછીના આપેલ નાણાની ઉઘરાણી કરતા આરોપી સલીમેં જપાજપી કરી છરી વડે હુમલો કર્યો હતો.સમગ્ર મામલે પોલીસે બન્નેની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!