મોરબીના વાઘપરા શેરી-૧૩ માં રહેતા અભી દિલીપભાઈ મીરાણી (ઉ.વ ૨૪) એ આરોપી દીપક રાજુભાઈ બુદ્ધદેવ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીએ આરોપી દીપક પાસેથી હાથ ઉછીના રૂ.૫૦૦૦/- લીધેલ હોય અને રૂ.૩૦૦૦/- આપવાના બાકી હોય જેથી આરોપી દીપક બુદ્ધદેવે મોરબીના માર્કેટિંગ યાર્ડમાં આવેલ ફરિયાદી અભીની નાસ્તાની લારીએ જઈ પૈસા અત્યારે જ આપી દે તેમ કહી જેમ ફાવે તેમ ગાળો બોલી ઢીકાપાટુનો માર મારી પટેલ નાસ્તાની લારીએ થી શાક સુધારવાનું નાનું ચપ્પુ લઇ ફરિયાદી અભિને સામાન્ય ઈજા કરી જતા જતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મોરબી એ ડીવીઝન પોલીસે બનાવની ફરિયાદનાં આધારે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.