વાંકાનેરમાં અગાઉ થયેલ જુગારની રેડ મામલે એક ઈસમ દ્વારા બોલાચાલી કરી લક્ષ્મણભાઈ ઈંદરપા નામના વ્યક્તિ પર કુહાડી વડે હુમલો કર્યો હતો. જે અંગે વાંકાનેર સીટી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી શરુ કરી છે.
બનાવની મળતી વિગત અનુસાર, ત્રણ દિવસ અગાઉ લીંબાળા ગામમા જુગારધામ પર પોલીસે દરોડો પાડ્યો હતો અને ફરિયાદી પુજાબેન ઈંદરપાનાં પતિ લક્ષ્મણ ઈંદરપા સહીત ગામના અન્ય પત્તાપ્રેમીઓને ઝડપી પાડ્યા હતા. આ દરોડા લીંબાળા ગામના જ રહેવાસી શીતલબેન દ્વારા કરાવવામાં આવ્યો હોવાની વાત આ આરોપી કોલા માનસીંગભાઈ સીતાપરા તથા જુગાર રમતા પકડાયેલ અન્ય શખ્સો કરતા હતા.જેને પગલે ફરિયાદીએ તેના પતિ લક્ષ્મણને જણાવ્યું હતું કે, શીતલબેન આવી જુગારની રેઈડ ક્યારેય ન કરાવે. આ જ વાત લક્ષ્મણે આરોપી કોલાભાઈ અને અન્ય જુગારીઓને કરી હતી. જે બાબતમાં થોડી બોલાચાલી થતા તેનો ખાર રાખી આરોપી કોલાએ હાથમા કુહાડી લઈ ગાળો ભાંડી લક્ષ્મણને મારવા દોડ્યો હતો. પરંતુ લક્ષ્મણ જીવ બચાવવા ત્યાથી નાસી છુટતા તેને ઈજાઓ પહોંચી ન હતી.