મોરબીમાં વધતા મોતનાં બનાવોને લઈ વહીવટી તંત્રની ચિંતામાં વધારો થયો છે. ત્યારે મોરબીના વાંકાનેરમાં શાંતિનગર મીલ પ્લોટમા યુવતીને પોતાના ઘરે પાણીની મોટરમા ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા મોત નિપજ્યું છે.
મળતી માહિતી મુજબ, વાંકાનેરમાં શાંતિનગર મીલપ્લોટમા રહેતા ૨૨ વર્ષીય કોમલબેન સંજયભાઇ રંગપરા નામના યુવતી ગત તા ૩૦-૦૯-૨૦૨૨ના રોજ પાણી ભરવા માટેની મોટર ચાલુ કરવા ગયા હતા. ત્યારે પોતાના ઘરે પાણીની મોટરમા શોર્ટ સર્કિટ થતા યુવતીને શોર્ટ લાગ્યો હતો. જેને કારણે તેનું સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ત્યારે ઉલ્લેખનીય છે કે, મૃત્યુ પામનાર મહીલાના ૪ વર્ષ પહેલા જ લગ્ન થયા હતા. જ્યારે સંતાનમાં તેમને એક ૩ વર્ષની દીકરી અને નવ માસનો દીકરો પણ છે. ત્યારે ઘટના અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુની નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.