મોરબી શહેરમાં હોટલના માલિકના આપઘાત પ્રકરણમાં નામજોગ ફરિયાદમાં આરોપી કિશન રાઠોડને નામદાર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ દ્વારા રેગ્યુલર જામીન મંજુર કરવામાં આવ્યા છે.
બનાવની વિગતો મુજબ, મોરબીમાં વ્યાજચક્રમાં ફસાયેલ હોટલ સંચાલક એ આત્મહત્યા કરી હતી જે અંગે 29/04/2026ના રોજ દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સાત આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેમાં ઇમરાનભાઈ માકડીયા, અજયભાઈ ભટ્ટ, ગીરીરાજસિંહ ગોહિલ, ભરતભાઈ રબારી, અજિતભાઇ જેસંગભાઈ રાઠોડ, વિપુલ જેસંગભાઈ રાઠોડ અને કિશન મનુભાઈ રાઠોડના નામ દર્શાવવામાં આવ્યા હતા.
ફરિયાદ મુજબ, મૃતક હોટલના ધંધાકીય જરૂરિયાત માટે આરોપી કિશન રાઠોડ પાસેથી દશ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. બદલામાં આરોપીએ પ્રોમિસરી નોટ લખાવી હતી અને ફરિયાદી પાસથી બે કોરા ચેક સહી કરાવીને લીધા હતા ત્યાર બાદ આરોપી કિશન રાઠોડ એ અવારનવાર ફરિયાદી પાસે રૂપિયાની માંગણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી આ તમામ આરોપીઓના રૂપિયા ન આપી શકતા ફરિયાદીના પિતાએ આત્મહત્યા કરી હતી જેના તમામ રેકોર્ડિંગ ફરિયાદી પાસે હોવાનું ફરિયાદીએ જણાવ્યું હતું.
આ કેસમાં આરોપી કિશન રાઠોડ તરફથી એડવોકેટ જીતેન્દ્રસિંહ આર. જાડેજા અને યુવરાજસિંહ કે. જાડેજાએ દલીલો રજૂ કરી હતી. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ નામદાર સેશન્સ કોર્ટ દ્વારા આરોપીને રેગ્યુલર જામીન પર મુક્ત કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો.





