મોરબી એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્ક્વોડની સંયુક્ત કાર્યવાહી, ટંકારા લતીપર ચોકડી પાસેથી આરોપીની ધરપકડ.
ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચકચારી આંગડિયા પેઢી લૂંટ કેસમાં નાસતા ફરતા આરોપી દર્શિલ કરસનભાઈ બોળીયાને મોરબી એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે ઝડપી હસ્તગત કરી, ટંકારા પોલીસને સોંપ્યો હતો.
મોરબી એલ.સી.બી. ઇન્ચાર્જ પીઆઇના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન હેડ કોન્સ. ઇશ્વરભાઈ મેલાભાઈ, શેખરભાઈ સંગ્રામભાઈ, ભરતભાઈ ઘેલાભાઈ તેમજ પ્રદીપસિંહ બહાદુરસિંહને ખાનગી બાતમી મળી હતી કે, વર્ષ ૨૦૨૫માં ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આંગડિયા પેઢી લૂંટ કેસનો આરોપી દર્શિલ કરસનભાઈ બોળીયા ટંકારા લતીપર ચોકડી વિસ્તારમાં આવ્યો છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી ટંકારા લતીપર ચોકડી પાસેથી આરોપીને ઝડપી પાડ્યો હતો. પકડાયેલ આરોપી દર્શિલ કરસનભાઈ બોળીયા ઉવ.૨૩ મૂળ ભાવનગર જીલ્લાના પાલીતાણા તાલુકાના સાંજણાસર ગામનો રહેવાસી છે અને હાલ સુરતના લસકાણા વિસ્તારમાં ભાડે રહેતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. હાલ આરોપીને હસ્તગત કરી આગળની કાર્યવાહી માટે ટંકારા પોલીસ મથકમાં સોંપી આપેલ છે.





