Thursday, October 1, 2026
HomeGujaratમાળીયા(મી)ના સુલતાનપુરમાં અગાઉના ઝઘડાનો ખાર રાખી બે ભાઈઓ પર ધોકા વડે હુમલો,...

માળીયા(મી)ના સુલતાનપુરમાં અગાઉના ઝઘડાનો ખાર રાખી બે ભાઈઓ પર ધોકા વડે હુમલો, ચાર સામે ફરિયાદ

માળીયા(મી)ના સુલતાનપુર ગામે અગાઉ થયેલા બોલાચાલી બાદ ઝઘડાના વિવાદનો ખાર રાખી ચાર શખ્સોએ બે ભાઈઓ પર લાકડાના ધોકા વડે હુમલો કર્યો હોવાના બનાવ અંગે ભોગ બનનાર દ્વારા ફરિયાદ નોંધાવતા માળીયા(મી) પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત વિગતો મુજબ, માળીયા(મી) તાલુકાના સુલતાનપુર ગામે રહેતા સુનીલભાઈ લાભુભાઈ દેગામા ઉવ.૨૫એ નોંધાવેલી ફરિયાદ મુજબ, ચાર મહિના અગાઉ અક્ષય અમરશીભાઈ સીતાપરા સાથે ઝઘડો થયો હતો. જે બાદ ગત તા.૨૯/૦૯/૨૦૨૬ના રોજ બપોરે અક્ષય પોતાના પિતા સાથે બાઈક પર જતો હતો ત્યારે ફરિયાદી સુનીલભાઈ તરફ ઈશારા કરતા તેને અગાઉનો ઝઘડો પતી ગયો હોવાનું કહી સમજાવ્યો હતો. ત્યારે આ બાબતનો ખાર રાખી રાત્રીના સમયે સુનીલભાઈ અને તેનો ભાઈ વિક્રમ ઘર તરફ જતા હતા ત્યારે આંગણવાડી સામે પાનના ગલ્લા પાસે આરોપી અક્ષય અમરશીભાઈ સીતાપરા, મહીપત અમરશીભાઈ સીતાપરા, રાહુલ અમરશીભાઈ સીતાપરા અને અજય અમરશીભાઈ સીતાપરા તમામ રહે. સુલતાનપુર તા.માળીયા(મી) વાળા લાકડાના ધોકા સાથે આવી ચારેયે સુનીલને માથા, ડાબા હાથ અને બરડાના ભાગે ધોકા વડે માર માર્યો હતો. દરમિયાન તેનો ભાઈ વિક્રમ છોડાવવા વચ્ચે પડતા આરોપી અક્ષય અને રાહુલે તેને પણ બંને પગ તથા જમણા હાથમાં ધોકા વડે માર માર્યો હતો. ત્યારે ગામના લોકોએ વચ્ચે પડી બંને ભાઈઓને છોડાવ્યા હતા. ત્યારે તમામ આરોપી જાનથી મારી નાખવાની ધમકી આપી ચાલ્યા ગત હતા. ત્યારબાદ બંને ઇજાગ્રસ્ત ભાઈઓને સારવાર માટે જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા. હાલ માળીયા(મી) પોલીસે ઉપરોક્ત ચારેય આરોપીઓ સામે ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!