મોરબી સીટી બી ડિવિઝન પોલીસે મળેલી ખાનગી બાતમીના આધારે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ગોપાલ સોસાયટીમાં ધરમશીભાઈ ભગવાનજીભાઈ પટેલના રહેણાંક મકાનમાં મોડી રાત્રે રેઇડ કરી હતી. રેઇડ દરમિયાન ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમતા ધરમશીભાઈ ભગવાનજીભાઈ પટેલ ઉવ.૬૧ રહે.ગોપાલ સોસાયટી મોરબી-૨ ઉપરાંત ધનજીભાઈ કેશવજીભાઈ પટેલ ઉવ.૬૨ રહે. હરીગુણ હાઈટ્સ મોરબી-૨, અનીલભાઈ મગનભાઈ પટેલ ઉવ.૫૪ રહે. સરસ્વતી સોસાયટી શેરી નં.૧ મોરબી-૨ અને અંકીતભાઈ દશરથભાઈ પટેલ ઉવ.૨૬ રહે. પ્રભુકૃપા ટાઉનશીપ મોરબી-૨ વાળાને રોકડા રૂ.૩૯,૪૦૦/- સાથે ઝડપી લઈ તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.






