વાંકાનેર તાલુકાના અગાભીપીપળીયા ગામમાં એક આધેડે ઝેરી દવા પી લેતા તેનું મોત નીપજ્યું. વાંકાનેરના અગાભીપીપળીયા ગામમાં રહેતા સુનીલભાઇ ખીમજીભાઇ કાંજીયા (ઉ.વ.૫૦) પોતાની વાડીએ જઈ કોઇપણ કારણોસર ઝેરી દવા પી લીધી. જેથી તેમને પ્રથમ સારવાર વાંકાનેરમાં આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યા છે જ્યાં તેમનું મોત નીપજયું.આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.