Sunday, January 26, 2025
HomeGujaratGandhinagarસ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નિર્માણ થનાર ૫૬૨ રજવાડાઓના મ્યુઝિયમ બદલ ગુજરાતની ક્ષત્રિય...

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નિર્માણ થનાર ૫૬૨ રજવાડાઓના મ્યુઝિયમ બદલ ગુજરાતની ક્ષત્રિય સમાજની વિવિધ સંસ્થાઓ અને આગેવાનો દ્વારા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું અભિવાદન કરાયું

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ૫૬૨ રજવાડાઓની ગૌરવગાથા રજુ કરતું ભવ્ય મ્યુઝિયમ આવનાર પેઢીને પ્રેરણા આપશે : સીએમ વિજયભાઇ રૂપાણી

- Advertisement -
- Advertisement -

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી- કેવડિયા ખાતે તૈયાર થનાર ૫૬૨ રજવાડાઓની ગૌરવગાથા રજુ કરતું ભવ્ય મ્યુઝિયમ આવનાર પેઢીને પ્રેરણા આપશે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી ૫૬૨ રજવાડાઓનો ઇતિહાસ રજુ કરતુ માહિતી સભર મ્યુઝિયમ બનાવવાની પહેલ રાજ્ય સરકારે કરી છે. જે તમામ દેશવાસીઓ માટે ગૌરવ સમાન છે.

કેવડિયા ખાતે પ્રવાસે આવનાર એકતાનો ભાવ લઇને જાય તે ઉદ્દેશથી મુખ્ય પ્રવેશદ્વારને એકતા નગર નામ આપવામાં આવ્યું છે. રજવાડાઓનો ઇતિહાસ રજુ કરતા મ્યુઝિયમના નિર્માણ માટે રાજ્ય સરકાર અને રાજવી પરિવારોના અગ્રણીઓની કમિટી પણ બનાવવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નિર્માણ થનાર ૫૬૨ રજવાડાઓના મ્યુઝિયમ બદલ ગુજરાતની ક્ષત્રિય સમાજની વિવિધ સંસ્થાઓ અને આગેવાનો દ્વારા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું આજે ગાંધીનગર ખાતે પાઘડી પહેરાવીને ઋણ સ્વીકાર કરી અભિવાદન કરાયુ હતું. આ પ્રસંગે રાજકોટના રાજવી પરિવારના માંધાતાસિંહ જાડેજાએ ઉપસ્થિત ક્ષત્રિય સમાજની સંસ્થા અને આગેવાનોનો પરિચય કરાવ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!