“આઝાદી કા અમૃત મહોત્સવ” કાર્યક્રમ અંતર્ગત મોરબી જિલ્લા કાનૂની સેવા સતા મંડળ દ્વારા મોરબી જિલ્લાના અલગ અલગ તાલુકામાં કાનૂની જાગૃતિ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે ઉપસ્થિતોને કાયદાઓ અંગે માહિતી આપવામાં આવી હતી.
મોરબી જિલ્લા કાનૂની સેવા સતામંડળ દ્વારા થોરાળા , વાંકાનેર તાલુકાના નવા પાંચદ્વારકા, હળવદ તાલુકાના કોયબા, માળીયા તાલુકાના સોનગઢ,એલ.ઇ. કોલેજ, તેમજ ટંકારા તાલુકા લના જબલપુર ગામમાં કાનૂની જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અલગ અલગ તાલુકાનાં પેરાલીગલ વોલેંટીયર્સ અને પેનલ એડવોકેટ દ્વારા લોકોને અલગ અલગ કાયદા અંગેની માહિતી આપવામાં આવી હતી.
આ તકે જિલ્લા કાનૂની સેવા સતા મંડળ સેક્રેટરી આર.કે.પંડ્યા,એક્સાઇજ ઈન્સ્પેકટર એસ.એન.ચાંદપુરા,એલ.ઇ કોલેજ પ્રિન્સિપાલ સૌરભ પંડયા તથા એસઓજી પી આઈ જે.એમ.આલ સહિતનાઓ ઉપસ્થિત રહી ને વિશેષ માર્ગદર્શન આપ્યું હતું.