Saturday, April 20, 2024
HomeNewsMorbiમોરબી તાલુકાના નાગલપર (અમરાપર) ગામમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ

મોરબી તાલુકાના નાગલપર (અમરાપર) ગામમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ

મોરબી તાલુકાના નાગલપર (અમરાપર) ગામમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ.ગઈકાલે તા.૧૬ ના રોજ મોરબી તાલુકાના નાગલપર (અમરાપર) ગામમાં લવજીભાઇ પટેલ (થોરાળાવાળા)ના ખેતરથી દક્ષિણે આવેલ ખરાબામાં ગાંડાલાલ વેલજીભાઇ રૂદાતલા (ઉ.વ. 28) દેશી દારૂની ભઠ્ઠી ચલાવતો હતો. પોલીસે રેઇડ દરમિયાન દેશી દારૂ બનાવવાનો આથો લીટર આશરે 400 (કિ.રૂ. 800) તથા ભઠ્ઠીના સાધનો બેરલ નંગ 2, બકડીયા નંગ 2, ગેસના ચુલા નંગ 2, ગેસનો બાટલો નંગ 1, નળીવાળી થાળી નંગ 2, ભઠ્ઠીના ટાંચણા નંગ 2 મળી કુલ કિં.રૂ. 1,420 તથા દેશી દારૂ આશરે લીટર 40 (કિં.રૂ. 800) મળી કુલ મુદ્દામાલ કિ.રૂ. 3020નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. બનાવમાં એક શખ્સ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!