આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી લક્ષ્નીબેન હિરાભાઇ મુંછડીયા (ઉ.વ.૪૦, ધંધો. ઘરકામ, રહે. તરઘડી, તા. માળીયા (મીં.)) એ આરોપીઓ જ્યોતીબેન મોહનભાઇ મુંછડીયા, અમીત મોહનભાઇ મુંછડીયા, પુંજા પમાભાઇ મુંછડીયા (રહે. બધા તરઘડી, તા. માળીયા (મીં.)) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, તા.૧૧ ના રોજ સાંજના સાડા છ વાગ્યેના અરસામાં ફરીયાદીનો દીકરો તથા આરોપીની દિકરી બન્નેએ પ્રેમલગ્ન કરેલા હોય જેનું મનદુખ રાખી ફરીયાદીને આરોપીઓએ ગાળો આપી છુટ્ટા પથ્થર (ઇંટ) મારતા ઇજા થતા તેમજ સાહેદને મારી નાખવાની ધમકી આપી હતી. માળીયા(મી.) પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.