Friday, April 19, 2024
HomeGujaratટંકારા પોલીસ સ્ટેશનના ઇંગ્લીશ દારૂના ગુન્હામાં છેલ્લા પાંચેક માસથી નાસતો ફરતો આરોપી...

ટંકારા પોલીસ સ્ટેશનના ઇંગ્લીશ દારૂના ગુન્હામાં છેલ્લા પાંચેક માસથી નાસતો ફરતો આરોપી પકડાયો

પોલીસ અધિક્ષક મોરબી એસ.આર.ઓડેદરા એ નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા એલ.સી.બી. મોરબીના પોલીસ ઇન્સ્પેકટર વી.બી.જાડેજા નાઓને સુચના કરેલ હોય જે અન્વયે તેઓના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.એન બી.ડાભી તથા પેરોલ ફર્લો સ્કવોડની ટીમના માણસો પૈકી પેરોલ ફર્લો સ્કવોડના પો.હેડ.કોન્સ. રસિકભાઇ હીરજીભાઇ ચાવડા તથા જયેશભાઇ સોમાભાઇ વાઘેલા તથા એલ.સી.બી.ના પો.કોન્સ. દશરથસિંહ ગગુભા પરમાર ને ખાનગી રાહે મળેલ હકીકત આધારે ટંકારા પોલીસ સ્ટેશનનાં પ્રોહીબીશનનાં ઈંગ્લીશ દારૂના ગુન્હામાં નાસતો ફરતો આરોપી લાલજીભાઇ ઉર્ફે લાલો સવજીભાઇ નાડીયા (ઉ.વ ૩૦) રહે. સોલડી તા. ધ્રાગધ્રા જી. સુરેન્દ્રનગર વાળાને આજરોજ તા. ૦૩/૧૨/૨૦૨૦ ના રોજ હળવદ-ધ્રાગધ્રા હાઇવે સોલડી ગામના પુલ નીચેથી પકડી પાડી આગળની કાર્યવાહી અર્થે ટંકારા પોલીસ સ્ટેશનને જાણ કરેલ છે.

- Advertisement -
- Advertisement -

આ સફળ કામગીરીમાં વી.બી.જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી મોરબી તથા પો.સબ ઇન્સ. એન.બી.ડાભી તથા એ.એસ.આઇ. હિરાભાઇ ચાવડા, પો.હેડ.કોન્સ. ચંન્દ્રકાંતભાઇ વામજા, જયવંતસિંહ ગોહીલ, રસિકભાઇ ચાવડા, ચંદુભાઇ કાણોતરા, સંજયભાઇ પટેલ, રજનીભાઇ કૈલા, પોલીસ કોન્સ, દશરથસિંહ પરમાર, નીરવભાઈ મકવાણા, જયેશભાઇ વાઘેલા, બ્રિજેશભાઇ કાસુન્દ્રા સહદેવસિંહ જાડેજા, અશોકસિંહ ચુડાસમા સહિતનાઓ રોકાયેલા હતાં.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!